દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી, 3 મહિલાઓના મોત

Dwarka House Collapse: ગુજરાતના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું છે. આ અકસ્માત દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. NDRFએ માહિતી આપી છે કે આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા છે.

આ મહિલાઓ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. NDRFની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

dwarka rain house collapse

મકાન ધરાશાયી થયા બાદ NDRFની ટીમે સ્થળ પર ઝડપથી રાહત કાર્ય હાથ ધર્યું હતું. કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના બાદ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાથી 3 લોકો કાટમાળમાં દબાયા હતા. ઘરમાં કુલ 6 લોકો હાજર હતા. માહિતી મળતા જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 3 લોકોને બચાવી શકાયા હતા જ્યારે 3 લોકોના મોત થયા હતા. સાથે જ ઘરનો કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતૂ.

ખંભાળિયાના મેઈન બજાર પાસે રાજડા રોડવિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ મકાનમાં રહેતા કેસરબેન કણજારીયા નામના 70 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (19) અને પિન્ટુબેન કણજારીયા (14) ને બહાર કાઢવા માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X