Gujarat Rain : આગામી બે દિવસ ગુજરાત માટે કેવા રહેશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain : ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે અને તબાહીનો માહોલ મચાવ્યો છે. આ તબાહી વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી જારી કરી છે.
ભારે વરસાદથી ત્રસ્ત ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે આગામી દિવસોમાં વરસાદથી આંશિક રાહત મળશે. જો કે હાલ વરસાદથી સંપુર્ણ છુટકારાના કોઈ સંજોગ નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે વરસાદનું જોર ઘટ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં આગામી બે દિવસ ભારે વરસાદ જોવા મળી શકે છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં ભારે વરસાદ લાવનારૂ ડિપ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લઈ રહ્યું છે. જો આમ થશે તો વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગર, કચ્છ અને પોરબંદરમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં અત્યારસુધી કુલ 109 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. કચ્છ ઝોનમાં અધધ 154 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
29 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
