Gujarat Rain : ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, નર્મદા ડેમ 77 ટકા ભરાયો
Gujarat Rain : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મન મૂકીને વરસ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં સરેરાશ ૧૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં તો ૧૦.૭૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે દ્વારકા તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પોરબંદર, માંગરોળ, સુત્રાપાડા અને જાફરાબાદ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે.
આજે સવારે માત્ર ૪ કલાકના ગાળામાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વંથલીમાં ૫ ઇંચ અને કેશોદમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુઆ અને ગીર સોમનાથના તાલાલામાં પણ ૪ ઇંચથી વધુ વરસાદ થયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના ૭૭.૮૮% ભરાઈ ગયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો પણ ૭૪.૪૮% જેટલા ભરાઈ ગયા છે. હાલમાં ૬૪ ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે ૨૯ ડેમને એલર્ટ અને ૨૧ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૭૧% થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં ૭૫% જેટલો થયો છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૭૩% અને ઉત્તર ગુજરાતમાં ૭૨% વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૯.૦૬% વરસાદ થયો છે, જે અન્ય ઝોનની સરખામણીએ ઓછો છે, પરંતુ તાજેતરના વરસાદને કારણે તેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
