Gujarat rain : છેલ્લા 24 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ, નવરાત્રી આયોજકોમાં ચિંતાનો માહોલ

Gujarat rain : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ ફરીથી જામ્યુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ ૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કેટલીક જગ્યાએ ગરબા આયોજકો માટે આ વરસાદ વિઘ્નરૂપ બન્યો છે.

Gujarat rain

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પડ્યો, જ્યાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉમરગામ અને વઘઈ તાલુકામાં પણ પોણા ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

અન્ય તાલુકાઓ કપરાડા, વાંસદા અને ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉચ્છલ, વ્યારા અને સોનગઢ જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો.

નવરાત્રિના તહેવારની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે વલસાડ શહેરમાં સતત વરસાદને કારણે ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X