Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 230 તાલુકાઓમાં વરસાદ, પુર્ણા નદી ભયજનક સ્થિતી તરફ
Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું તોફાની તાંડવ યથાવત છે. હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વાસદામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 230 તાલુકાઓમાં વરસાદ
છેેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો વાંસદામાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. અહીં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વઘઇમાં 6.2 ઇંચ ,કપરાડામાં 6 ઇંચ, ડોલવણમાં 5.9 ઇચ, ધરમપુરમાં 5.9 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય ડાંગ જિલ્લામાં પર સારો વરસાદ જોવા મળ્યો છે. આંકડા અનુસાર, ડાંગ-આહવામાં 5 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ,વલસાડમાં 4.2 ઇંચ, સોનગઢમાં 4.2 ઇંચ, ઉમરપાડામાં 4.1 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારીની પુર્ણા નદી ભયજનક સ્થિતી તરફ
દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ વચ્ચે નવસારીની પુર્ણા નદી ભયજનક સ્થિતી તરફ આગળ વધી રહી છે. પુર્ણા નદીની પાટીમાં સતત વધારો થતા નવસારી શહેરને એલર્ટ કરાયુ છે. 17 ફૂટ પર વહી રહેલી પુર્ણા નદીની ભયનજક સપાટી 23 ફૂટ છે. સતત સપાટી વધતા ફાયરની ગાડીઓ દ્વારા શહેરને એલર્ટ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
