For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત જળબંબાકાર, સિઝનનો 100 ટકા વરસાદ, 9 લોકોના પૂરથી મોત

ગુજરાતમાં રવિવારથી અત્યાર સુધી રાજ્યમાં પૂરના કારણે 9 લોકોના મોત થઈ ચૂક્યા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુજરાતમાં થઈ રહેલા સતત વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. મૂસળધાર વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વળી, સાત જિલ્લાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રવિવારથી અત્યાર સુધી રાજ્યમાં પૂરના કારણે 9 લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાંથી 6 લોકોના ડૂબવાના કારણે મોત થયા છે જ્યારે ત્રણ લોકોના મોત ઘર પડી જવાના કારણે થયા છે. 1900 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ રેડ એલર્ટ છે.

રાજ્યમાં 14 બાંધ માટે એલર્ટ

રાજ્યમાં 14 બાંધ માટે એલર્ટ

અધિકારીઓએ જણાવ્યુ કે રાજ્યમાં 14 બાંધો માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. વળી, વરસાદના કારણે પાણીની આવક વધુ થતા 17 બાંધો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 44 નદીઓ અને 41 ઝીલો છલકાયા છે. સરદાર સરોવર બાંધ 60.83 ટકા સુધી ભરાઈ ગયો છે. વળી 68 બાંધ ઉપર સુધી ભરાઈ ગયા છે.

પૂર જેવી સ્થિતિ

પૂર જેવી સ્થિતિ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. વળી, ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ જવાના કારણે રસ્તા બંધ છે. વળી, અમુક જગ્યાએ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે.

એનડીઆરએફની ટીમો એલર્ટ

એનડીઆરએફની ટીમો એલર્ટ

રાજ્ય સરકારે સ્થિતિની સમીક્ષા માટે અધિકારીઓની ટીમને સતત મોનિટરીંગ કરવા કહ્યુ છે. સાથે જ કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની દોઢ ડઝન ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

આજે ભારે વરસાદની ચેતવણી

આજે ભારે વરસાદની ચેતવણી

વળી, આજે મહેસાણા, પાટણ, સુરત, ગિર સોમનાથ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની ચેતવણી આપી છે.

Rahu Ketu Transit 2020: આ 4 રાશિ પર સૌથી વધુ અસર કરશે રાહુ- કેતુનું રાશિ પરિવર્તનRahu Ketu Transit 2020: આ 4 રાશિ પર સૌથી વધુ અસર કરશે રાહુ- કેતુનું રાશિ પરિવર્તન

English summary
Gujarat Rain: Red alert, extremely heavy rain Expected Today, 9 Person lost Life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X