Gujarat Rain : આ જિલ્લાઓમાં વરસાદ તબાહી લાવશે, અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર
Gujarat Rain : ભારતીય હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસ 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર વિસ્તારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ આગાહીને પગલે IMD દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરે નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
આ સિવાય ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
5 સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે.
આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
6 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ અપાયુ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
7 સપ્ટેમ્બરથી વરસાદનું જોર થોડું હળવું થવાની શક્યતા છે. માત્ર સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
