Gujarat Rain : સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આફત લઈને આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે - ઓફ શોર ટ્રફ, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ. આ સિસ્ટમ્સના કારણે રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે પણ 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેને અંબાલાલ પટેલે સમર્થન આપ્યું છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાના આધારે અલગ-અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલના મતે, બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે. ખાસ કરીને, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે.
ઓગસ્ટ મહિનામાં 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થશે. 18 થી 21 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે વિરામ લઈને વરસતા વરસાદને ખેડૂતો માટે રાહતરૂપ ગણાવ્યો છે અને ઓગસ્ટ મહિનાનો વરસાદ પાક માટે સારો હોવાનું જણાવ્યું છે. જો કે, તેમણે સપ્ટેમ્બર મહિનામાં વરસનાર વરસાદ પાક માટે નુકસાનકારક હોવાની શક્યતા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
