Gujarat Rain: નવરાત્રિમાં પડશે વરસાદ, દિવાળી બાદ પણ વરસાદ પીછો નહીં છોડે, જાણો અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસશે. ગત વર્ષેની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ વરસશે. જેના કારણે ખેલૈયાઓનો ખેલ બગડશે.

Gujarat Rain

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા તથા જળાશયો છલકાઇ ગયા છે ત્યારે ફરી એક વાર વરસાદનું જોર રાજ્યમાં વધી શકે તેવા અહેવાલ આવ્યા છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વાર આગાહી કરી છે કે 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ‌શકયતા રહેશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે, તેમના જણાવ્યા મુજબ વરસાદ હજુ ગયો નથી. અત્યારે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે 27 અને 28 તારીખના રોજ વાતાવરણમાં પલટો આવશે.

30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની‌ શકયતા

તેમણે આગાહી કરી છે કે 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની‌ શકયતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડશે, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

નવરાત્રિના દિવસોમાં પણ વરસાદની શક્યતા

તેમણે આગાહી કરી છે કે 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાને કારણે નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દિવાળી બાદ એટલે કે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X