Gujarat Rain: રવિવાર સુધી ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain: નવેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો. હવે ભારતીય હવામાન વિભાગ (IMD), તેના લેટેસ્ટ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી આગાહી અનુસાર, 1 ડિસેમ્બરના રોજ વડોદરા, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા 2 ડિસેમ્બરના રોજ ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 3 ડિસેમ્બરના રોજ રાજ્યના ત્રણ જિલ્લા પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 4 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
