Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 104 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ પૈકી 17 જેટલા તાલુકાઓમાં તો એકથી ત્રણ ઇંચ (1 થી 3 ઇંચ) સુધીનો સારો એવો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં રાહતની લાગણી ફેલાઇ છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસુ જામ્યુ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાઈ છે.

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X