Gujarat rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો
Gujarat rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે.
21 ઓગસ્ટ 2025ની સવારથી 22 ઓગસ્ટ 2025ની સવાર સુધીના 24 કલાકના ગાળામાં આ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે, જ્યાં પારડી તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થયો છે. રાજ્યના કુલ 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 77 ટકા વરસાદ નોંધાયો છે. જો કે, પ્રદેશ પ્રમાણે વરસાદમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે.
દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો એટલે કે 73 ટકા વરસાદ પડ્યો છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે.












Click it and Unblock the Notifications
