Gujarat Rain Update: સરદાર સરોવર ડેમ 52 ટકા ભરાયો, જાણો રાજ્યના 206 જળાશયોમાં કેટલો જળસંગ્રહ?
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે.
સરદાર સરોવરમાં હાલમાં 175662 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58 ટકા જેટલો જળસંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 191640 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે.
જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે.

આ સિવાય રાજ્યના પાંચ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે.
રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-2 તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.42 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 37.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 37.78 ટકા, કચ્છના 20માં 22.67 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 60.14 ટકા, મધ્ય ગુજરાતના 17માં 33.64 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 40.66 ટકા, કચ્છના 20માં 63.85 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.32 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો. તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
