Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાહત કમિશનરે યોજી બેઠક
Gujarat Rain Update: ચોમાસાની શરૂઆત થઇ ગયી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી.
આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 4 સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એનડીઆરએફના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એનડીઆરએફની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, તથા 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
તેમજ એસડીઆરએફની તમામ પ્લાટૂન જરૂરીયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે, અને સમગ્ર ટીમો જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત/બચાવની કામગીરી કરી રહ્યા છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં રાજયમાં 29 ટકા જેટલું વાવેતર થઈ ગયું છે, તેમજ વરસાદના કારણે રાજ્યમાં પાકમાં કોઈ પણ નુકસાનીની ભીતિ નથી.
રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઈસરો, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જીએમબી, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુડીડી, ફાયર, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગ તથા ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
