Gujarat Rain Update: સમગ્ર રાજ્યમાં ચોમાસાનું આગમન, જાણો ક્યા નોંધાયો કેટલો વરસાદ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 148 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ આજે તારીખ 1 જુલાઈ, 2024 ના રોજ સવારે 6 કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 171 મીમી એટલે કે 6.8 ઇંચ, ઓલપાડ તાલુકા 144 મીમી એટલે કે 5.76 ઇંચ, કામરેજ તાલુકામાં 143 મીમી એટલે કે 5.72 ઇંચ, સુરત સિટીમાં 138 મીમી એટલે કે 5.52 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે 150 મીમી એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના વાપી તાલુકામાં 129 મીમી એટલે કે 5.16 ઇંચ, કપરાડા તાલુકામાં 113 મીમી એટલે કે 4.52 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં 109 મીમી એટલે કે 4.36 ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં 106 મીમી એટલે કે 4.24 ઇંચ, જૂનાગઢ સિટીમાં 106 મીમી એટલે કે 4.24 ઇંચ, વિસાવદર તાલુકામાં 103 મીમી એટલે કે 4.12 ઇંચ વરસાદ નોધાયો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર, અને વાંસદા તાલુકામાં અંદાજિત 2 ઇંચ વરસાદ થયો છે.
આ ઉપરાંત ગુજરાતના 48 તાલુકાઓમાં અંદાજિત 1 ઇંચ થી વધારે જયારે અન્ય 39 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.












Click it and Unblock the Notifications
