Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, IMDએ આપી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Update: ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાના નવીનતમ બુલેટિનમાં, 6 અને 7 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 જુલાઈથી, ભારે વરસાદ ઓછો થવાની શક્યતા છે, 11 જુલાઈ સુધી માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને અલગ સ્થળોમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
7 જુલાઈના રોજ, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં, ખાસ કરીને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 8 જુલાઈથી 11મી જુલાઈ સુધી, ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
