Gujarat Rain Update: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ: વંથલીમાં 14 ઇંચ, જાણો ક્યા કેટલો વરસાદ?
Gujarat Rain Update: રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 2 જુલાઇના રોજ સવારે 6 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે, જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત બારડોલી તાલુકામાં 239 મીમી, ખંભાળિયામાં 229 મીમી, માણાવદર 224 મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ, નવસારી તાલુકામાં 214 મીમી, કલ્યાણપુર તાલુકામાં 200 મીમી, જલાલપોર તાલુકામાં 196 મીમી, મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં 190 મીમી, મેંદરડામાં 183 મીમી, ધોરાજીમાં 178 મીમી, મહુવામાં 176 મીમી, મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભેંસાણ તાલુકામાં 170 મીમી, માળિયા- મીયાણામાં 161 મીમી, મળી કુલ બે તાલુકામાં છ ઇંચથી વધુ, જ્યારે રાજુલામાં 139 મીમી, મોરબીમાં 138 મીમી, તાલાળામાં 137 મીમી, મહુવા ભાવનગર 137 મીમી, ગીર ગઢડામાં 134 મીમી, ઉનામાં 122 મીમી, મળી કુલ છ તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત કુતિયાણા, બગસરા, માંગરોળ, કોડીનાર, વાલોડ, દ્વારકા, ખાંભા, જામજોધપુર અને વલસાડ મળી કુલ નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ, જ્યારે ઓલપાડ સુરત શહેર, ભાણવડ, હાંસોટ, ગણદેવી, કામરેજ, જેતપુર, કાલાવડ, ઉપલેટા, રાણાવાવ, સુત્રાપાડા, માંડવી, કુકાવાવ, અંકલેશ્વર, જામનગર, ખેરગામ, વાપી અને વ્યારાને મળી કુલ 18 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જ્યારે ટંકારા, જામકંડોરણા, કપરાડા, જોડીયા, ધારી, ભરૂચ, હળવદ, પોરબંદર, ચીખલી, જેશર, જાફરાબાદ, સોનગઢ, ઉમરગામ, લાલપુર, ઉમરપાડા, માંગરોળ, અમરેલી અને ડોલવણ મળી કુલ 18 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 44 તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૩૯ તાલુકામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85 ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાં 28.82 ટકા, કચ્છમાં 25.10 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 10.96 ટકા અને ઉત્તર ગુજરાતમાં 7.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
