Gujarat Rain Update : પાંચ જિલ્લામાં હાલત દયનીય, દસ હજાર લોકોને કરાયા રેસ્ક્યુ

Gujarat Rain Update : ગુજરાતના ઘણા ભાગોમાં ગત બે દિવસથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. ઘણા જિલ્લાના પાંચ જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ છે. નર્મદા અને અન્ય નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, જે કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

આ સાથે ઘણા ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. અંદાજે 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, આ સાથે 207 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Gujarat Rain Update

અમદાવાદમાં 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે સુધીના 12 કલાકના ગાળામાં 76 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે અંડરપાસને ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવાર સવાર સુધી પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહી - IMD બુલેટિનમાં આગામી સપ્તાહની 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ (SSD) માંથી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું, પરિણામે નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ આ ચોમાસામાં પ્રથમ વખત રવિવારની સવારે 138.68 મીટરના પૂર્ણ સંગ્રહ સ્તર (FRL) પર પહોંચ્યો હતો. પૂરથી પ્રભાવિત કુલ 9,613 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 207 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૌથી વધુ 5,744 લોકોને ભરૂચમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નર્મદામાં 2,317 લોકોને, વડોદરામાં 1,462 લોકોને, દાહોદમાં 20 અને પંચમહાલમાં 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કર્યો હવાઈ સર્વે - નર્મદા જિલ્લા અધિકારી શ્વેતા તેવટિયાએ જણાવ્યું હતું કે, બચાવ પ્રયાસો ચાલુ છે અને ડેમ (સરદાર સરોવર) માંથી પાણી છોડવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે નર્મદામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની બે ટીમો અને ભરૂચ, રાજકોટ, જૂનાગઢ અને વડોદરામાં એક-એક ટીમ તૈનાત કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં સેનાની બે ટીમો સ્ટેન્ડબાય પર છે. NDRFના જવાનો અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવ્યા, જેમાં નર્મદા જિલ્લાની એક નિવાસી શાળાના 70 જેટલા વિદ્યાર્થીઓ અને પંચમહાલ જિલ્લામાં એક નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X