Gujarat Rain : 1 સપ્ટેમ્બરે આ જિલ્લામાં વરસાદની બઘડાટી, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ
Gujarat Rain : ગુજરાતમાં હાલ વરસાદનો વિરામ જોવા મળી રહ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે.
ખાસ કરીને 1 સપ્ટેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે યલો એલર્ટ જારી કરાયું છે.

હવામાન વિભાગે 1 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત, 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા છે.
આગામી દિવસોમાં દરિયામાં વાતાવરણ પ્રતિકૂળ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
