For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ આવવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. જો કે ચોમાસુ વિધિવત રીતે શરૂ થવાનો સમય હવે નજીક આવી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ આવવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ પહેલા અને બીજા દિવસે અમદાવાદ સહિત ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા વગેરે સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેના માટે થંડરસ્ટ્રોમ વૉર્નિંગ પણ આપવામાં આવી છે.

rain

ઉલ્લેખનીય છે કે ડાંગમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સાંજે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ગુરુવારે સાંજે એક કલાકમાં લગભગ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાણીપ, ન્યૂ રાણીપ, સુભાષબ્રિજ,બોડકદેવ, વસ્ત્રાપુર આસાપાસના વિસ્તારોમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સરખેજ, એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં પણ વરસાદ પડ્યો હતો.

વળી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત નડિયાદ, આણંદ અને વડોદરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરોના અનેક સ્થળોએ વીજળી ડૂલ થઈ ગઈ હતી અને પ્રી-મોનસુન પ્લાનની સરકારની કામગીરીની પણ પોલ ખુલી ગઈ હતી. ગુરુવારે રાતે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં નડિયાદમાં 25 મિમી, હિંમતનગરમાં 20 મિમી, મહેસાણામાં 19 મિમી, ગાંધીનગરમાં 14 મિમી, કઠલાલમાં 13 મિમી, મહેમદાવાદમાં 16 મિમી અને કલોલમાં 28 મિમી વરસાદ પડ્યો હતો.

English summary
Gujarat: Rainfall forecast for the next 5 days in the entire state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X