રાજ્યમાં 192 તાલુકાઓમાં વરસાદ, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં 24 કલાકની અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે રાજ્યમાં 192 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ રાતે વીજળીના કડાકા સાથે એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. અમદાવાદમાં આજે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. વળી, દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી, દાદરાનગર હવેલી, દમણ, તાપી, ડાંગ અને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદના કારણે રાજ્યમાં તારાજી

વરસાદના કારણે રાજ્યમાં તારાજી

છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં તારાજી સર્જાઈ છે. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તણાઈ ગઈ છે. ડાંગમાં મૂશળધાર વરસાદના કારણે તારાજી થઈ છે. રસ્તાઓ, કોઝવે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓમાં ઘોડાપૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

24 કલાક બાદ રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે

24 કલાક બાદ રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે

તમને જણાવી દઈએ કે આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણકે હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X