Gujarat Rains: દેવભૂમિ દ્વારકામાં IAF હેલિકોપ્ટર દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ, જુઓ Video
Gujarat Rains: ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડ્યા બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતના અમુક જિલ્લાઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાંથી ભારતીય વાયુસેના (IAF)ના હેલિકોપ્ટર દ્વારા ચાર લોકોને બચાવવાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી ANIના વીડિયોમાં ભારે વરસાદ વચ્ચે બે માણસોને એરલિફ્ટ કરતા જોઈ શકાય છે. ભારે પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ દૃશ્ય જોઈ શકાય છે. ત્યારબાદ IAF હેલિકોપ્ટર સફળતાપૂર્વક બે મહિલાઓને પણ એરલિફ્ટ કરે છે.
ગુજરાતમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના શુમસર ગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને એરલિફ્ટ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે દેવભૂમી દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં વાગ્યા સુધીમાં ગુજરાતમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો હતો.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકામાં પડ્યો હતો. જેમાં ભાણવડમાં પોણા 12 ઈંચ, કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ, દ્વારકામાં સાડા આઠ ઈંચ, ખભાળિયામાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 235 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 46 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા 29થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
VIDEO | Gujarat: Helicopter has been pressed into service to rescue people stranded in flood-hit areas of #Porbandar. #GujaratRains #GujaratFlood
— Press Trust of India (@PTI_News) August 29, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Oe6zdzedG2
#WATCH | Gujarat: Four people rescued in an IAF helicopter, from flood-affected Kalyanpur tehsil of Devbhumi Dwarka district today.
— ANI (@ANI) August 29, 2024
(Video Source: Information Department, Devbhumi Dwarka) pic.twitter.com/ZbTrzZsUXQ












Click it and Unblock the Notifications
