For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ર૦૧પમાં ગુજરાત પ્રવાસી ભારતીય દિવસ સમારોહનુ યજમાન બનવા તત્પર

|
Google Oneindia Gujarati News

modi_nri
ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલાના કોચી ખાતે યોજાઇ રહેલા ૧૧મા પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક સબોધન કરતા જણાવ્યુ કે ગુજરાતના વિકાસનો હકકદાર પ્રત્યેક ભારતીય છે કોઇપણ ભારતીય ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની શકે છે. વિકાસ અને સુશાસનની રાજનીતિનો રાહ ગુજરાતે બતાવ્યો છે. હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવા વિકાસ અને સુશાસન માટે યોગ્ય નેતૃત્વ વિશ્વમાં પોતાનો પ્રભાવ જમાવી શકશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનમાં વ્યસ્ત હોવાના કારણે પહેલીવાર પ્રવાસી ભારતીય દિવસ સમારોહમાં નરેન્દ્ર મોદીએ પોતે પસિથત રહી શકયા નથી તે માટે ક્ષમા માગતા જણાવ્યુ કે ગુજરાતની તારીફ અને પ્રસશા હવે દુનિયા કરી રહી છે. કેન્દ્રના ઓવરસીઝ અફેર્સ મિનિસ્ટર વ્યાલાર રવિએ આ ગુજરાત સેશનમાં આવીને ગુજરાતના વિકાસની પ્રસશા કરી અને ગુજરાત પથ્થરની લકીરમાં સ્વર્ણિમ સિધ્ધિ અંકિત કરે છે તેવુ જણાવ્યુ તેની નોંધ લેતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે વિકાસ જ હિન્દુસ્તાનને મજબૂત રાષ્ટ્ર બનાવવા અને સમસ્યાઓનુ સમાધાન કરવાનો એકમાત્ર વિકલ્પ છે.

ગુજરાતે રાહ બતાવ્યો છે. ગુજરાતની જનતાએ ગુડગવર્નન્સ અને ડેવલપમેન્ટની આ સરકાર પર જનવિશ્વાસની ચોથી મહોર લગાવી દીધી છે. તેનો આનદ વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાતના વિકાસનો હક્કદાર હિન્દુસ્તાનનો કોઇપણ નાગરિક છે. સૌને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવાનો અધિકાર છે. ગુજરાતમાં વિકાસની જીત માટે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોએ અભિલાષા વ્યકત કરેલી એથી તેમના પ્રત્યે આભારની લાગણી મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

વિકાસ અને સુશાસન દ્વારા દરેક વ્યકિતને અવસર આપવા, સ્થિતિ બદલવા માટે નીતિકાનૂનોમાં સુધારા કરીને સામાન્ય માનવીના સપનાઅરમાનોને વિકાસમાં ભાગીદાર બનવા ગુજરાત સરકાર સદૈવ તત્પર છે એમ તેમણે જણાવ્યુ હતુ. ગુજરાતની આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧રપ જેટલી ઇવેન્ટમાં મહિલા સશક્તિકરણ, કૃષિઆધારિત અર્થતત્ર, સ્કીલ ડેવલપમેન્ટ અને યુવાશક્તિના અવસરો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીએ હિન્દુસ્તાનની કિસાન શક્તિ, મહિલા શક્તિ, યુવાશક્તિમાં જે સામર્થ્ય છે તેનો વિકાસમાં મહત્તમ વિનિયોગ કરવા સુયોગ્ય નેતૃત્વની જરૂર પર ભાર મૂકયો હતો.

ગુજરાતનો કૃષિ વિકાસ પૂરા એક દશકથી દશ ટકાથી અધિક રહ્યો છે તેના કારણે ગ્રામીણ અર્થતત્ર શક્તિશાળી બન્યુ છે અને કિસાનો સમૃધ્ધિના ભાગીદાર બન્યા છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ. પ્રવાસી ભારતીયોને ગુજરાતના પ્રવાસનપર્યટન ક્ષેત્રના વિકાસની અનુભૂતિ કરવાનુ ઇજન આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ગુજરાત શ્નટ્રેડર્સ સ્ટેટઌમાથી શ્નમેન્યુફેકચર્સ સ્ટેટઌ બની ગયુ છે.

ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રકચર, પોર્ટ લેડ ડેવલપમેન્ટ, ગેસગ્રીડ, પાવરગ્રીડ, રિવર વોટરગ્રીડ, ઓએફસી, આઇટી નેટવર્કની બ્રોડબેન્ડ કનેકટીવિટીના ર૧મી સદીના આધુનિક માળખાકીય સુવિધા વિકાસની સિધ્ધિઓ મેળવી છે. ગુજરાતની વાઇબ્રન્ટ ટેક્ષ્ટાઇલ પોલીસી અનોખી છે અને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટમાં મેનપાવર, જીરો મેન ડેઇઝ લોસ, પોલીસી ડ્રિવન રિફોર્મ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, યુથપાવર જેવા અનેક નવા વિકાસના આયામોથી ગુજરાત દેશવિદેશમાં આદરસન્માનને પાત્ર બન્યુ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

ગુજરાત પ્રવાસી ભારતીય દિવસનુ ર૦૧પમાં યજમાન બનવા આતુર છે તેનુ ઇજન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વિદેશથી મહાત્મા ગાધી સને ૧૯૧પમાં ગુજરાત આવેલા તેને એક સદી પૂરી થાય છે તેના સભારણારૂપે વિશ્વભરના પ્રવાસી ભારતીયો ગુજરાતની આનબાનશાનની અનુભૂતિ કરે તે માટે સને ર૦૧પનો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ ગુજરાતમાં યોજાય તેની ભારત સરકાર અનુમતી આપશે એવી શ્રધ્ધા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. ભારતમાતાની ભકિત માટે વિકાસના ભાગીદાર બનવાનુ આહવાન આપતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂટણીમાં તેમની સરકારના ચોથીવારના વિજય માટે પ્રવાસી ભારતીયોએ આપેલા અભિનદન અગે આભાર વ્યક્ત કર્યો હતો.

કોચીમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રવાસી ભારતીયો સાથે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે વિદેશમાં વસતા ભારતીય સમૂદાયોની નવી પેઢી હિન્દુસ્તાનના વિકાસમાં ભાગીદાર બનવા ઇચ્છુક છે. તેમના સપના સાકાર કરવા છે. વિવિધ દેશોમાથી કોચી આવેલા પ્રવાસી ભારતીયોએ મુખ્યમંત્રી પાસેથી ગુડગવર્નન્સ અને ગ્લોબલ ડેવલપમેન્ટ માટેના વિચારો જાણવા રસપ્રદપ્રશ્નોતરી પણ કરી હતી.

English summary
narendra modi addressing 11th NRI Day function by Video conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X