For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને કેન્દ્ર સરકારનો કૃષિ કમાન્ડેશન એવોર્ડ મળ્યો

|
Google Oneindia Gujarati News

krishi-award
ગાંધીનગર, 16 જાન્યુઆરી : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કિસાનો અને કૃષિ વિભાગને હાર્દિક અભિનંદન આપ્યા છે. આ અભિનંદન ભારત સરકારનો અનાજ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તમ પ્રોત્સાહન પુરસ્કાર 'કૃષિ કમાન્ડેશન એવોર્ડ' ગુજરાતને પ્રાપ્ત થયો તેના માટે આપ્યા છે. મુખ્યમંત્રીએ આ એવોર્ડનું ગૌરવ મેળવવા માટે
યશભાગી રાજ્યના કિસાનો અને કૃષિ વિભાગને ખરા હકદાર ગણાવ્યા છે. ગુજરાતે વર્ષ 2010-11માં અનાજનું વિક્રમસર્જક 100.07 લાખ ટન ઉત્પાદન કર્યું હતું.

આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રી બાબુભાઇ બોખિરીયાએ તેમણે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખરજી અને કેન્દ્રીય કૃષિ
મંત્રી શરદ પવારના હસ્તે કૃષિ કમાન્ડેશન એવોર્ડ પ્રાપ્ત કર્યો તેની રૂપરેખા આપી હતી. કૃષિ કર્મણ અને કૃષિ કમાન્ડેશન એવોર્ડ 2011-12માં અગાઉના સૌથી સારાં વર્ષો કરતાં વધુ અનાજ ઉત્પાદન કરતાં રાજ્યોને અપાય છે.

આ શ્રેણીના સાત એવોર્ડમાં રૂપિયા 25 લાખનો કૃષિ કમાન્ડેશન એવોર્ડ ગુજરાતે જીત્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં સામાન્ય રીતે વાણિજ્યક અને રોકડીયા પાકોનું ઉત્પાદન વાવેતર વધારે થાય છે. છેલ્લા એક દશકમાં મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવ અને જળસંચયના અભિયાનો સફળતાથી પ્રેરિત કરતાં ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષેત્રે પણ ત્રણે ઋતુમાં લગભગ સરખું ઉત્પાદન મેળવવાની સિધ્ધિ ગુજરાતે હાંસલ કરી છે.

ગુજરાતમાં અનાજ પાકોની ઉત્પાદકતા 2001માં હેકટર દીઠ 1112 કિલોગ્રામ હતી. તેમાં દશ વર્ષમાં 75 ટકાનો વધારો થયો છે. હાલ અનાજથી પાક ત્પાદન હેકટર
દીઠ 1955 કિલોગ્રામ છે. ગુજરાતમાં કુલ કૃષિ ઉત્પાદન 2001માં 38.59 લાખ હેકટર વાવેતરમાં 42.92 લાખ ટન હતું. તે વધીને 2011-12માં 47.34 લાખ હેકટરમાં 92.56 લાખ મે.ટન થયું છે જે ઉત્પાદનનો 115 ટકા વધારો દર્શાવે છે. ગુજરાતનો કૃષિ વિકાસદર લગાતાર સરેરાશ 10 ટકાથી વધુ રહયો છે.

English summary
Gujarat received Krishi Commendation Award from central government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X