જીતુ વાઘાણીના પ્રહાર- અહેમદ પટેલે સોનિયા ગાંધીના કહેવા પર સેતલવાડ ગેંગ સાથે પૈસાની લેતી-દેતી કરી
ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હોવાના SITના ખુલાસા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને ક
ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હોવાના SITના ખુલાસા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 2002 માં થયેલા રમખાણો મામલે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. તીસ્તા સેતલવાડની ગેંગને અહેમદ પટેલ, સોનિયા ગાંધી અને કોંગ્રેસનું સમર્થન હતું અને કરોડો રૂપિયાની લેવડદેવડ પણ કરવામાં આવી હતી. અહેમદ પટેલે સોનિયા ગાંધીના કહેવા પર કરોડોની લેતીદેતી કરી હતી જેના ખુલાસા SITએ જે એફિડેવિટ ફાઈલ કરી છે તેમાં થયાં છે. સાથે જ એમપણ જણાવ્યું કે, કોંગ્રેસના આગેવાનોએ સત્તાનો દુરઉપયોગ કર્યો હતો.
ગુજરાત રમખાણોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. SITએ શુક્રવારે કહ્યું હતું કે, તિસ્તા ગુજરાતમાં ભાજપ સરકારને તોડી પાડવાના મોટા કાવતરામાં સામેલ હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડ 2002ના રમખાણો પછી ભાજપ સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે મોટા કાવતરામાં સામેલ હતા.
સંબિત પાત્રાએ કહ્યું કે મીડિયામાં એફિડેવિટ મુજબ આ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. પહેલા હપ્તા તરીકે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. આ 30 લાખ તે વખતે પ્રથમ હપ્તા તરીકે જ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ પછી સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા અને બદનામ કરવા માટે કેટલા કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો અને માત્ર રાહુલ ગાંધીને પ્રોત્સાહન આપવા માટે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડનો ઉપયોગ કર્યો. સંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આના પર કહ્યું હતું કે, કેટલાક લોકો એક ષડયંત્ર હેઠળ આ વિષયને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખોટા તથ્યો રજૂ કરી રહ્યા છે અને હવે આ લોકો પર પણ કાયદો કડક થવો જોઈએ. 2002ના ગુજરાત રમખાણોમાં કોંગ્રેસે જે રીતે નરેન્દ્ર મોદીને ષડયંત્ર હેઠળ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
