ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં...

રાજુલામાં સિંહોએ 3 ગાયોનું કર્યું મારણ, કોંગ્રેસની ફિક્સ પગાર પર ટિપ્પણી, નીતિન પટેલના પોસ્ટર પર પાટીદારોએ લગાવ્યો કલંક..વધુ જાણો આ સમાચાર અંગે નીચેના આર્ટીકલમાં...

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મ.ન.પા અને નગર પાલિકાઓને થઈ 262 કરોડની અધધધ આવક

મ.ન.પા અને નગર પાલિકાઓને થઈ 262 કરોડની અધધધ આવક

જૂની 500 અને 1000ની નોટ ટેક્સ ભરવામાં ચાલતી હોવાની સરકારે જાહેરાત કરતા નાગરિકો બાકી ટેક્સ ભરવા દોડ્યા હતા. અને 500 તથા 1000ની નોટ સરકારને આપીને રહાતનો શ્વાસ લીધો હતો. જોકે નાગરિકોએ વર્ષો જૂના ભરેલા ટેક્સના કારણે સરકારી તંત્રને માત્રે 4 દિવસમા તંત્રને 262 કરોડ રૂપિયાની અધધ આવક થઈ હતી. જેમાં મહાનગર પાલિકામાં રૂપિયા 202 કરોડ, તેમજ નગર પાલિકામાં 64 કરોડની આવક થઇ હતી.

કંઇ નગરપાલિકાને કેટલી આવક થઇ?

કંઇ નગરપાલિકાને કેટલી આવક થઇ?

જેમાં કંઇ મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરાને કેટલી આવક થઇ છે. તેના પર નજર કરીએ તો સૌથી વધુ આવક સુરત મનપાને થઇ છે જે 78 કરોડ રૂપિયાની છે. જે બાદ અમદાવાદમાં 75 કરોડ રાજકોટ મનપાને 25 કરોડ ઉપરાંત જામનગર મનપાને 4.87 કરોડ, ભાવનગર મનપાને 3.15 કરોડની આવક થઇ છે. તેમજ રાજ્યની કુલ 8162 નગરપાલિકાને 64 કરોડની વેરાની આવક થવા પામી છે.

500 અને 1000ની નોટના કકળાટમાં પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

500 અને 1000ની નોટના કકળાટમાં પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના વરાછા વિસ્તારમાં એક યુગલ વચ્ચે રૂપિયા 500 અને 1000ની નોટ માટે મોટા પાયે ઝઘડો થયો હતો આ ઝઘડા બાદ પત્ની એ અંતિમ પગલું ભરતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને પુત્રને પણ દવા પીવડાવી દીધી હતી. મૂળ રાજસ્થાનના ભવરજી મોદી વરાછામાં રહે છે તેઓની પત્ની ભરતકામના વળતર પેટે હજાર રૂપિયાની નોટો લાવી હતી જે બાબતે બબાલ થઇ હતી. જો કે આ ઘટના બાદ ઇન્દિરાબહેનને સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવ્યા હાત જ્યાં તેમનું મોત થયું હતુ. જોકે પુત્રની હાલત સ્થિર છે.

ફિક્સ પગારદારોના કાયમી કરવા કોંગ્રેસના ધરણા

ફિક્સ પગારદારોના કાયમી કરવા કોંગ્રેસના ધરણા

ભાજપ સરકાર ફિક્સ પાગરદાર કરીને યુવાનોની સમસ્યા ઉકેલે તે બાબતે કોંગ્રેસે બે દિવસીય ધરણા આયોજિત કર્યા છે. આ અંગે જણાવતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહે કહ્યું કે ગુજરાતના યુવાનોના હીતને જાળવવા હાઇકોર્ટમાં રાજય સરકાર સામે જીતેલા ફિક્સ પગારદારો સામે સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે તે પાછી લેવી જોઇ તેવી માંગ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કરકસરના બહાનું કાઢીને ફિક્સ પગારના નામે મોટાભાગનું આઉટ સોર્સીગ કરીને ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરે છે, અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો ફિકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે આર્થિક શોષણની પધ્ધતિને નાબૂદ કરીને જ રહેશે.

નિતીન પટેલના સ્નેહમિલનના પોસ્ટર ઉપર પાટીદારોએ ફેરવ્યા કૂચડા

નિતીન પટેલના સ્નેહમિલનના પોસ્ટર ઉપર પાટીદારોએ ફેરવ્યા કૂચડા

મહેસાણાના વિજાપુરમાં તાલુકા ભાજપ દ્વારા આજે સાંજે સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને તે અંગેના પોસ્ટર પણ લગાવાવમાં આવ્યા હતા. જોકે પાટીદારોએ અનામતની માંગણી સાથે સ્નેહ મિલનના પોસ્ટર ઉપર કાળો રંગ ફેરવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મહેસાણાનું વિજાપુર નાયમ મુખ્યમંત્રી તથા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલનો મતવિસ્તાર છે આજે સાંજે ત્યાં સ્નેહ મિલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપરાંત મહેસાણાના સાંસદ જયશ્રી બહેન પટેલ પણ હાજર રહેવાના છે. ત્યારે આ પ્રકારેની હરકત થતા રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજુલામાં ચાર સિંહે ત્રણ ગાયનું મારણ કર્યું

રાજુલામાં ચાર સિંહે ત્રણ ગાયનું મારણ કર્યું

અમરેલીના રાજુલામાં એક ગામમાં ઘૂસીને ચાર સિંહોએ ગાય પર હુમલો કર્યો હતો, તેમાં સિંહોએ 3 ગાયનું મારણ કરીને જ્યાફ્ત માણી હતી ત્યાર બાદ જ સિંહો ડુંગરાળ વિસ્તારમાં જઇને બેસી ગયા હતા. આ સિંહોને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છેકે અમરેલી પટ્ટીના રાજુલા અને તેની આસપાસ અવાર નવાર સિંહ ફરતા જોવા મળે છે. વહેલી સવારે 4 સિંહોએ ગામમાં આવીને મારણ કરતા ગ્રામજનોમાં ચિંતા અને ભયની લાગણી ફેલાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X