ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read Also: સનસની: મેઘરજમાં ચિઠ્ઠી બની રહી છે મોતનું કારણ?

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભરૂચમાં એસબીઆઈની એટીએમ મોબાઇલ વાન કાર્યરત

ભરૂચમાં એસબીઆઈની એટીએમ મોબાઇલ વાન કાર્યરત

સ્ટેંટ બેંક ઓફ ઇન્ડીયાના ઉપક્રમે ફરતી એટીએમ મોબાઇલ સેવાને વિધિવત જીલ્લા કલેકટરશ્રી શહેર અને જીલ્લાનાં વિવિધ સ્થળો પર રવાના કરવામાં આવી હતી. આ એટીએમ વાન એસ.ટી.ડેપો, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન કે અન્ય બીજ સ્થળો પર જઇ લોકોની મુશ્કેલી ઓછી કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે આ મોબાઇલ એટીએમ વાન એસ.બી.આઇના ગ્રાહકોને 2000 સુધીની મર્યાદામાં નાણાં ઉપાડી શકશે.

ફિક્કીના પ્રમુખ પડે અમદાવાદના આ ગુજરાતીની વરણી

ફિક્કીના પ્રમુખ પડે અમદાવાદના આ ગુજરાતીની વરણી

ફિક્કી (ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના પ્રમુખ પદે ઝાયડસ કેડિલાના પંકજ પટેલની નિમણૂક કરવામાં આવી છે. પંકજ પટેલે હર્ષ વર્ધન નોશિયાનું સ્થાન લીધું છે. નવી દિલ્હી ખાતે 16 અને 17 ડિસેમ્બરના દિવસે યોજનારી FICCI એજીએમમાં આ નવી જવાબદારી ગ્રહણ કરશે. ઝાયડસ કેડિલા ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની છે જે વિશ્વના 50 દેશોમાં હેલ્થકેર સાથે સંકળાયેલો બિઝનેસ કરે છે. આ ગ્રૂપના 1200 જેટલા રિસર્ચરો આખી દુનિયાના 19 જેટલા કેન્દ્રો પર ભવિષ્યની દવાઓ વિશે સતત રિસર્ચ કરતા રહે છે. પંકજ પટેલે સરકારના નોટબંધીના અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારનાં કાળા નાથવા કરેલા નોટ બંધીનાં નિર્ણય અર્થતંત્ર માટે લાંબાગાળે ફાયદાકારક રહેશે.

એસ.ટી.વિભાગનો નિર્ણયઃ ખખડેલી બસો પાછી લેવાશે

એસ.ટી.વિભાગનો નિર્ણયઃ ખખડેલી બસો પાછી લેવાશે

ગુજરાત એસટી નિગમ દ્વારા આઠ લાખ કિલોમીટરથી વધુ ચાલેલી ખખડધજ બસોને માર્ગો પરથી દોડતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી એસટી નિગમ દ્વારા ખખડધજ બસોને માર્ગો પર દોડાવીને મુસાફરોની સુરક્ષાને નેવે મૂકાતી હતી. આખરે એસટી તંત્રને ઝુકવુ પડ્યું છે અને 246 જેટલી ખખડધજ એસટી બસો માર્ગો પરથી પહેલી ડિસેમ્બરથી હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે.

વડોદરામાં યુવકોએ કર્યું મોદીના પૂતળાનું દહન

વડોદરામાં યુવકોએ કર્યું મોદીના પૂતળાનું દહન

વડોદરાના સમા વિસ્તારમાં યુવકોએ નોટબંધીના પરેશાન થઇને પ્રધાનમંત્રી મોદીના પૂતળાનું દહન કર્યું હતું. સરકારે જે રીતે જૂની નોટો રદ કરવાની જાહેરાત કરી ત્યાર બાદ નાગરિકોને અતિશય મુશ્કેલી પડી રહી છે. અને વડોદરામાં સમા વિસ્તારના યુવકો દ્વારા લોકોને પડી રહેલી તકલીફોને ધ્યાને રાખતા મોદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

English summary
Read here, 22nd November 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...