For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં શિક્ષિકાઓ માટે નવો નિયમ; સાડી નહીં તો શિક્ષણકાર્ય નહીં

|
Google Oneindia Gujarati News

મહેસાણા, 4 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મહિલા સશક્તિકરણ માટે પોતાના ભાષણોમાં ભલે છટાદાર રીતે વાતો કરતા હોય. પરંતુ આનંદીબેન પટેલના ગૃહ જિલ્લા મહેસાણામાં સ્થિતિ અલગ છે. મહેસાણા જિલ્લાના શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ માટે ડ્રેસ કોડ દાખલ કરી દીધો છે. આ ડ્રેસ કોડ અનુસાર શિક્ષિકાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. નવા નિયમ મુજબ સાડી નહીં તો શિક્ષણકાર્ય નહીં એવી સ્થિતિ ઉભી થઇ છે.

ગુજરાત ભાજપના મીડિયા સેલના પૂર્વ વડા જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં નિમવામાં આવેલી કમિટીના શિક્ષકો માટેના ડ્રેસ કોડના સૂચન અંગે હજી ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે ભાજપના નિયંત્રણમાં રહેલી મહેસાણાની જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતીએ સત્તાવાર રીતે ડ્રેસ કોડનો પરિપત્ર બહાર પાડ્યો છે.

school-teacher

આ પરિપત્ર અનુસાર મહિલા શિક્ષકોએ સાડી પહેરવી ફરજિયાત છે. શિક્ષિકાઓ માટે શાળામાં સલવાર કમીઝ પહેરવા ઉપર પણ પ્રતિબંધ છે. શિક્ષિકાઓ માટે ડેનિમ જીન્સ કે ટ્રાઉઝર તો બિલકુલ દૂરની વાત છે. બીજી તરફ પુરુષ શિક્ષકો માટે આ પ્રકારનો કોઇ પણ ડ્રેસ કોડ અમલી બનાવવામાં નહીં આવતા આ ભેદભાવ મુદ્દે ચર્ચા શરૂ થઇ છે.

ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી શિક્ષણ કમિટીએ શિક્ષિકાઓ માટે સાડી અથવા સલવાર કમીઝ પહેરવાનું સૂચન કર્યું હતું. જ્યાપે ડેનિમ મહિલા અને પુરુષ બંને પ્રકારના શિક્ષકો માટે પ્રતિબંધિત કર્યું હતું. આ અંગે જગદીશ ભાવસારનું કહેવું છે કે 'મહેસાણા જિલ્લા પંચાયતની કમિટીએ આ નિર્ણય લીધો છે, પરંતુ અમે અમારા સૂચનોમાં એવું કહ્યું નથી કે શિક્ષિકાઓએ માત્ર સાડી જ પહેરવી અને સલવાર કમીઝ નહીં. હા સ્ત્રી અને પુરુષ શિક્ષકો માટે ડેનિમ બેન કરવાનું સૂચન ચોક્કસ અમે કર્યું હતું.'

આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અરવિંજ અગ્રવાલને મહેસાણા જિલ્લામાં લેવાયેલા ડ્રેસ કોડના નિર્ણય અંગે કોઇ પ્રકારની જાણ નથી.

English summary
Gujarat's Mahesana district issues strict sari dress code for teachers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X