ગુજરાતમાં ઠંડીનું મોજું, નલિયા 3.4 ડિગ્રી સાથે ઠંડુગાર

હિમાલયમાં ભારે હિમવર્ષાના પગલે ઉત્તર ભારત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે ઠંડીનું મોઝુ ફરી વળ્યું છે. ઠંડીના પગલે લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે તેમના રોજીંદા જીવન પર પણ અસર પડી છે. ધુમ્મસના કારણે વાહન-વ્યવહાર ખોરવાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડીનો વર્તારો થયો છે. શિયાળામાં સૌથી વધું ઠંડુગાર થઇ જતા કચ્છના નલીયામાં પણ તાપમાન 3.4 ડિગ્રી નીચે જતુ રહ્યું છે. ત્યારબાદ નંબર આવે છે ભુજનો, જ્યાં 9.6 ડિગ્રી જેટલું તાપમાન છે. તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં 10 થી લઇને 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર ગુજરાતના ડિસામાં 10.2, રાજકોટમાં 10.7, અમદાવાદમાં 11.8, ગાંધીનગરમાં 11.01 તેમજ વડોદરામાં 14.4 ડિગ્રી જેટલું તાપમાન નીચામાં તાપમાન નોંધાયું છે. જોકે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવનાર દિવસમાં હજી આ તાપમાન નીચું જવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
