For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા કેનેડા સાથે આર્થિક સંબંધો મજબુત બનાવવાની ઇચ્છા

|
Google Oneindia Gujarati News

ટોરેન્ટો, 5 સપ્ટેમ્બર : ગુજરાતની ઓળખ બનેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સાતમા મેળાવડામાં કેનેડોની કંપનીઓ મોટા પ્રમાણમાં ભાગ લે અને ગુજરાત સાથે આર્થિક સંબંધો વિકસાવે તેવી ઇચ્છા ગુજરાત સરકારની છે. આ સંદર્ભમાં ગુજરાતમાંથી એક બિઝનેસ પ્રતિનિધિ મંડળે શુક્રવારે ટોરેન્ટોમાં આ સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરી હતી.

આ સંદર્ભમાં ઇન્ડો - કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ICCC) ખાતે કેનેડાના પ્રતિનિધિઓને માહિતી આપતા ગુજરાતના રેસિડેન્ટ કમિશનર અને 15 સભ્યોના પ્રતિનિધિ મંડળના આગેવાન ભરત લાલે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણી સારી તક છે. ગુજરાતમાં ઔદ્યોગિક વૃદ્ધિ, વેપાર અને વિકાસની અનન્ય તકો રહેલી છે.'

vibrant-gujarat-summit-1

આ ઉપરાંત ભરત લાલે ધોલેરા સર, દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, ગિફ્ટ સિટી વગેરેમાં રહેલી રોકાણની તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

લાલે જણાવ્યું કે ગુજરાત કેનેડા સાથે વિવિધ ક્ષેત્રો જેમ કે ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ, ડાયમંડ્સ, પાવર, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરવામાં રસ ધરાવે છે. તેમણે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વધેલી રોકાણની તકો અંગે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત કેનેડામાં ગુજરાતમાં રહેલી રોકાણની મહા તકોના સંદર્ભમાં યોજાયેલા રોડ શોમાં કેનેડાના ઉદ્યોગ પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ પ્રસંગે કેનેડાના રમતગમત પ્રધાન બાલ ગોસલે જણાવ્યું કે ગાંધીનગર ખાતે 11થી 13 જાન્યુઆરી, 2015માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કેનેડાની કંપનીઓ મોટા પ્રમાણમાં ભાગ લેશે. આ મુદ્દે કેનેડાના ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ ટોની ક્લેમેન્ટ ભારત સરકાર સાથે વધુ ચર્ચા કરવાના છે.

English summary
Gujarat seeks closer economic ties with Canada thru Vibrant Gujarat Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X