ગુજરાત રાજ્ય પરિવહન 800 ડ્રાઇવરની ભરતી કરશે

gsrtc
અમદાવાદ, 1 મે : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી - ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) દ્વારા આગામી સમયમાં 800 બસ ડ્રાઇવરની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસ.ટી.નિગમમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રાઇવર તથા કંડકટરની ભરતી કરવામાં આવી નહીં હોવાથી અવાર નવાર બસો મોડી ઉપડવી તથા રૂટો કેન્‍સલ કરવા સહિતની સમસ્યાઓ ઉભી થઇ રહી હતી. આ કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. હવે આ સમસ્‍યા હલ કરવા માટે એસ.ટી.નિગમ દ્વારા નવા 800 ડ્રાઇવરોની ભરતી કરવા માટેની પરીક્ષા લેવામાં આવી રહી છે. તેમ એસ.ટી.ના સુત્રોએ જણાવ્‍યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ એસ.ટી.નિગમમાં દર મહીને ડ્રાઇવરો નિવૃત થઇ રહ્યા છે તેની સામે નવા ડ્રાઇવરની ભરતી કરવામાં નહી આવતા અવાર નવાર બસ કેન્‍સલ કરવી પડે અથવા તો રૂટ બંધ કરવા સુધીના બનાવો બની રહ્યા છે. ત્‍યારે એસ.ટી.નિગમ દ્વારા નવા 800 ડ્રાઇવરની ભરતી કરવા માટેની પરીક્ષા લેવામાં આવી રહી આમ થવાથી બસો સમયસર થશે, મુસાફરો માટે પણ રાહત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X