Gujarat teacher recruitment : ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતીને લઈને મોટા સમાચાર
Gujarat teacher recruitment : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં આગામી 10 વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ કેલેન્ડર અનુસાર, આગામી દાયકામાં કુલ 94,353 જગ્યાઓ ભરવાની યોજના છે. તબક્કાવાર ભરતી પ્રક્રિયાની રૂપરેખા નીચે મુજબ છે.

વર્ષ અને ભરવામાં આવનાર જગ્યા
- 2025 - 11300
- 2026 - 6503
- 2027 - 5698
- 2028 - 5427
- 2029 - 430
- 2030 - 8283
- 2031 - 8396
- 2032 - 18496
- 2033 - 13143
આ ભરતી કેલેન્ડર મુજબ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સૌથી વધુ જગ્યાઓ ભરાશે. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે આ ભરતી તબક્કાવાર પ્રક્રિયા દ્વારા હાથ ધરાશે.
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાના આ નિર્ણયથી અનેક યુવાનો માટે નવી તકો ઊભી થશે. આ ઉપરાંત ભરતીની પ્રક્રિયાને પારદર્શક અને ગતિશીલ બનાવવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ભરતીથી શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ઓછી થશે અને રાજ્યના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. રાજ્યમાં શિક્ષણ સ્તર ઉંચું લાવવાના પ્રયાસરૂપે આ મોટું પગલું છે.












Click it and Unblock the Notifications
