gujarat textbook change 2025 : ગુજરાતમાં આ ધોરણોના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો કયા વિષયોમાં ફેરફાર થશે?
gujarat textbook change 2025 : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ શૈક્ષણિક વર્ષ 2025-26 થી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટા ફેરફારની તૈયારી કરી રહ્યું છે.
સરકાર નવી શિક્ષણ નીતિ (NEP-2020) ને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવા જઈ રહી છે. આ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે.

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ધોરણ 1 ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે બદલાશે. આ સિવાય ધોરણ 6 અંગ્રેજી વિષયમાં નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે.
આ સિવાય ધોરણ 7માં સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકો બદલવામાં આવશે. ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવશે. ધોરણ 12માં પણ અર્થશાસ્ત્ર વિષયમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા આ બદલાવ 2025-26 ના શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. NEP-2020 મુજબ નવા અભ્યાસક્રમ અને પદ્ધતિઓ દ્વારા વધુ સારું શિક્ષણ મળશે. વિદ્યાર્થીઓ માટે અપડેટેડ અને વધુ વ્યાવહારિક અભ્યાસક્રમ લાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર આ બદલાવ કરવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
