For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ ભાજપ નેતાની પૌત્રીની સગાઈમાં 6 હજારથી વધુ લોકો ભેગા થયા

ગુજરાતમાં તાપી જિલ્લા સ્થિત સોનગઢ તાલુકાના દોસવાડા ગામમાં પૂર્વ મંત્રી ગામિતને ત્યાં કોવિડ ગાઈડલાઈન્સની ધજિયા ઉડાડવામાં આવી.

|
Google Oneindia Gujarati News

તાપીઃ ગુજરાતમાં તાપી જિલ્લા સ્થિત સોનગઢ તાલુકાના દોસવાડા ગામમાં પૂર્વ મંત્રી ગામિતને ત્યાં કોવિડ ગાઈડલાઈન્સની ધજિયા ઉડાડવામાં આવી. કાંતિ ગામિતની પૌત્રીની સગાઈની રસમમાં હજારો લોકો પહોંચ્યા. સોશિયલ ડિસ્ટંસીંગનો સંપૂર્ણપણે ભંગ કરવામાં આવ્યો. ઘણા લોકો માસ્ક વિના જ આયોજનમાં ભાગ લઈ રહ્યા હતા. આનો વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ સ્થળ પર 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. કાંતિ ગામિત સત્તારુઢ ભાજપના નેતા છે.

લોકો માસ્ક વિના જ જોરદાર નાચ્યા

લોકો માસ્ક વિના જ જોરદાર નાચ્યા

ગુજરાતમાં કાંતિ ગામિત આદિવાસી બાબતોના મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પોતાની પૌત્રીના લગ્નમાં એટલો મોટો સાર્વજનિક સમારંભ આયોજિત કર્યો કે ત્યાં હજારો લોકો એકઠા થયા. આ દરમિયાન ઘણા લોકો માસ્ક વિના જ જોરદાર નાચ્યા. ત્યાં સ્થાનિક પોલિસકર્મી પણ હતા પરંતુ બધા જોવા છતાં પણ મૂકદર્શક બની રહ્યા. આ આખા માહોલનો વીડિયો વાયરલ થઈ ગયો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ આ અંગે નિવેદન આવ્યુ છે અને તેમણે કહ્યુ છે કે આ બાબતે તપાસ કરાવવામાં આવી રહી છે.

ગામિતે આપી સફાઈ

ગામિતે આપી સફાઈ

વળી, ગામિતે આ અંગે સફાઈ રજૂ કરી છે. તાપી તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગામિતે કહ્યુ કે સોનગઢના દોસવાડા ગામમાં આ અમારી પૌત્રીના લગ્નનુ આયોજન નહોતુ પરંતુ સગાઈનો સમારંભ હતો. જો કે સવાલ તો ત્યાંનો ત્યાં જ છે કે આટલી ભીડ કેમ એકત્ર કરવામાં આવી. ગામિતની ઉપર ન તો ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલની અપીલની કોઈ અસર દેખાી અને ના સરકારના દિશા-નિર્દેશોનો ડર. આ બાબતે પોલિસની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે કારણકે આટલી મોટી સભા થવા પર પોલિસે કોઈ પણ કાર્યવાહી કરી નહિ.

કોરોના દિશા-નિર્દેશોનુ નેતાઓ કરી રહ્યા છે ઉલ્લંઘન

કોરોના દિશા-નિર્દેશોનુ નેતાઓ કરી રહ્યા છે ઉલ્લંઘન

ઉલ્લેખનીય છે કે સરકાર કહેતી રહી છે કે કોરોનાના દિશા-નિર્દેશોનુ પાલન કરીને માસ્કનો અનિવાર્ય રીતે ઉપયોગ કરો. સોશિયલ ડિસ્ટંસીંગને પણ ફૉલો કરો. આ ઉપરાંત કડકાઈ વર્તીને સરકારે સાર્વજનિક સ્થળોએ માસ્ક ન પહેરનાર પર દંડ પણ લગાવવાના આદેશ આપ્યા છે પરંતુ કોરોના દિશા-નિર્દેશોનુ નેતાઓ જોરદાર ઉલ્લંઘન કરી રહ્યા છે.

દ્વારકામાં દર્શન કરી પાછા આવી રહેલ કારનો અકસ્માત, 4ના મોતદ્વારકામાં દર્શન કરી પાછા આવી રહેલ કારનો અકસ્માત, 4ના મોત

English summary
Gujarat: Thousands of people gathered in engagement BJP leader Kantibhai Gamit grand daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X