વિદેશમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવતા 3 આરોપીઓની ધરપકડ

Subscribe to Oneindia News

વલસાડ જિલ્લા સહીત રાજ્યભરમાં વિદેશમાં નોકરી અપાવાની લાલચ આપી છેતરપીંડી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને મૂરખ બનાવી ભાગતા ફરતા ત્રણ શાખ્સોને વલસાડ LCBએ ઝડપી પાડ્યા છે. આ ત્રણે આરોપીઓએ અસંખ્ય લોકો સાથે છેતરપીંડી કરી છે. પોલીસે પૂછપરછ કરતાં ખુલાસો થયો કે, આરોપીઓએ દક્ષિણ ગુજરાત, ઓરિસ્સામાં લાખોનું કૌભાંડ આચર્યું છે. પોલીસે બાતમીના આધારે આરોપીઓને વાપીમાંથી ઝડપી પાડ્યા છે.

crime

આ ત્રણે આરોપીઓના નામ સંતોષકુમાર પરમાનંદ બરાડ, સાગર સચીદાનંદ સતપ અને સંતોષ બરાડ છે. સંતોષ બરાડ આ સમગ્ર કૌભાંડનો માસ્ટ માઇન્ડ હોવાનું બહાર આવ્યું છે. આ આરોપીઓએ સુરતના ડુમસ રોડ ઉપર આવેલ વેસુમાં એક ભાડાની ઓફીસ રાખી, તેમાં મેટ્રો એજયુકેશન પ્લેસમેન્ટ સર્વિસના નામથી ઓફીસ શરૂ કરી હતી. તેઓ અખબારમાં વિદેશમાં નોકરી અપાવવાની લોભામણી જાહેરાતો આપી લોકોને છેતરતા હતા. લોકો જોડેથી ભેગા કરેલ રૂપિયા 19,00,૦૦૦/- થી પણ વધુ રકમ લઇને તેમણે ઓફિસ બંધ કરી દીધી હતી અને 2 આરોપીઓ ઓરિસ્સા ફરાર થઇ હતા. આ બંને આરોપીઓએ ઓરિસ્સામાં પણ ઓફીસ ચાલુ કરી લોકોને છેતર્યા હતા. તે પછી તેઓ મુંબઈ પલાયન થઇ ગયા હતા. આખરે LCB ટીમે ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

English summary
Gujarat : Three accused arrested to having cheated for jobs abroad.
Please Wait while comments are loading...