આજે ગુજરાતભરમાં ગુજકેટની પરીક્ષા, 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ

Subscribe to Oneindia News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજરાતભરમાં ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાંથી વિજ્ઞાન પ્રવાહના ગુપ્ર એ અને ગુપ્ર બી ના મળીને કુલ 2 લાખથી વધુ વિધાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા સવારે 10 વાગ્યાથી શરૂ થઇ હતી અને સાંજે 4 વાગે પરીક્ષા પૂર્ણ થઇ છે.

gujcet

ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ 120 માર્કનુ પેપર વિધાર્થીઓને એમસીકયુ પદ્ધતિથી આપવાનું હતું, જેમાં જો કોઇ પ્રશ્નનો જવાબ ખોટો હશે તો નેગેટિંવ માર્કિંગ ગણવામાં આવશે. સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન ફિઝીકસ અને કેમેસ્ટ્રી, 1 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન બાયોલોજી અને 3 થી 4 દરમ્યાન ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી.

gujcet
English summary
Gujarat :Today gujcet exam more than 2 lakh student.Read here more.
Please Wait while comments are loading...