For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ટુરિઝમને મળ્યા 3 રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડ

|
Google Oneindia Gujarati News

gujarat-tourism-logo
અમદાવાદ, 19 માર્ચ : નવી દિલ્હી ખાતે 18 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે વર્ષ 2011-13 માટેના રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ભારત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન અને પર્યટન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળનારા પ્રધાન ડૉ. કે ચિરંજીવીએ વર્ષ 2011-12 માટેના રાષ્ટ્રીય પર્યટન પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ પુરસ્કારોમાં ગુજરાતે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. વર્ષ, 2011-12ના પુરસ્કારોમાં ગુજરાતે વિવિધ કેટેગરીમાં ત્રણ પુરસ્કારો મેળવ્યા છે.

એક સાથે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવીને ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરનારા અગ્રણી રાજ્યોમાં સામેલ થઇ ગયું છે. કોઇ એક જ વર્ષમાં ગુજરાતને પર્યટન મંત્રાલય તરફથી આટલા એવોર્ડ મળ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે. ગુજરાત રાજ્ય તરફથી આ પુરસ્કાર રાજ્યના પર્યટન પ્રધાન સૌરભ પટેલ, ટુરિજમ કમિશનર અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આઇએએસ સંજય કોલે મેળવ્યા હતા.

ગુજરાતને જે શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે તેમાં 1. બેસ્ટ સ્ટેટ/યુનિયર ટેરેટરી કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ ઓફ ટુરિઝ્મ (ગુજરાત - તૃતિય પુરસ્કાર), 2. એવોર્ડ પોર એક્સલન્સ - બેસ્ટ ટુરિઝ્મ ફિલ્મ (ગુજરાત ટુરિઝ્મ - ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન ફિલ્મ માટે) અને 3. મોસ્ટ ઇનોવેટિવ યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ગુજરાત યુરિઝમ કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર વેબસાઇટ www.gujarattourism.com) માટે મળ્યા છે. આ પુરસ્કાર મેળવીને ગુજરાતે સાબિત કર્યું છે કે પર્યટન ક્ષેત્રમાં તે દેશમાં આગળ આવી રહ્યું છે.

ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોસ્પિટલિટી ઉદ્યોગના વિવિધ વિભાગોમાં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવાનું 1990ના દાયકાના પ્રારંભમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર વિવિધ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, હોટેલ્સ, હોરિટેજ હોટેલ્સ, માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ, વ્યક્તિગત રીતે તેમજ ખાનગી સંસ્થાઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર અને પ્રસંશનીય કામગીર કરવા બદલ આપવામાં આવે છે. આ કારણે પર્યટનનો પ્રચાર કરવામાં સ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય છે.

English summary
Gujarat Tourism Bags 3 national tourism awards for the year 2011-12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X