Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનગઢમાં બસ, ટેન્કર અને ક્રૂઝર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8ના મોત, 22 ઘાયલ

સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઈવે નંબર 53 પર બસ, ટેન્કર અને ક્રૂઝર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઈવે નંબર 53 પર બસ, ટેન્કર અને ક્રૂઝર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ક્રૂઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનુ પોલિસે જણાવ્યુ હતુ. મહત્વનુ છે કે કુશલગઢથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોંગ સાઈડથી આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી ક્રૂઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી.

accident

Recommended Video

સોનગઢ ને.હાઈવે નંબર 53 પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 8નાં મોત, 22 ઇજાગ્રસ્ત

આ ટ્રીપલ અકસ્માતમાં ઘટના સ્થળે લગભગ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. 22 જેટલા ઈજગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ વાહનો થંભાવીને અકસ્માત જોવા પહોંચી ગયા હતા. જેના કારણે રસ્તાની બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X