For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : હવે UKના વિઝા અમદાવાદથી મળી શકશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 સપ્ટેમ્બર : હવે બ્રિટન જવા ઇચ્છુક ગુજરાતીઓ માટે વિઝા મેળવવા વધારે સરળ બનશે. કારણ કે હવે યુકેના વિઝા બહુ ઝડપથી અમદાવાદમાં અમદાવાદમાં ઉપલબ્ધ બનવાના છે.

આ અંગે રાજય સરકારને કેન્‍દ્રના વિદેશ મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ સાતમી વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ફેબ્રુઆરી 2015 માં યોજાય તે પહેલા જ મહદ અંશે આ અંગેની સત્તાવાર જાહેરાત અને ઓફિસની સ્‍થાપના બ્રિટીશ સરકાર દ્વારા કરવામાં આવે તેની પુરીપુરી શકયતા જોવાઇ રહી છે.

uk-visa

અત્‍યાર સુધી બ્રિટીશ સરકારે ગુજરાતને લગભગ હાંસિયામાં ધકેલી દીધું હતું. વડાપ્રધાન બનતા નરેન્‍દ્રભાઇ મોદી પ્રત્‍યેની ઉપેક્ષાનું વલણ બદલી બ્રિટને સત્તાવાર સંપર્કો શરૂ કરી દીધા હતા. જેના ભાગ રૂપે 2012માં બ્રિટીશ હાઇ કમિશ્નર જેમ્‍સ બેવને મોદીની સત્તાવાર મુલાકાત લીધી હતી.

અમેરિકાની જેમ યુકેમાં પણ ગુજરાતી મુળના લોકોની મોટી સંખ્‍યા તથા સ્‍ટુન્‍ડ વિઝા પર જનારા વિદ્યાર્થીઓની ઉતરોત્તર વધતી સંખ્‍યાના કારણે અમદાવાદમાં પણ ડેપ્‍યુટી હાઇકમિશ્નરની ઓફિસ શરૂ કરવામાં આવે તેની ગુજરાત સરકાર દ્વારા રજુઆતો કરવામાં આવી રહી હતી.

આ રજૂઆતને પગલે ગુજરાતના લોકોને મુંબઇ ખાતેની બ્રિટનના ડેપ્‍યુટી હાઇકમિશ્નરની ઓફિસે વીઝા લેવા ધક્કા ન ખાવા પડે આ માટે અમદાવાદમાં પંચવટી ખાતે આવેલી યુકે ટ્રેડ એન્‍ડ ઇનવેસ્‍ટમેન્‍ટ ઓફિસને જ અપગ્રેડ કરીને ત્‍યાં ડેપ્‍યુટી હાઇકમિશ્નરની ઓફિસ બનાવાવમાં આવશે. જેના કારણે હવે અમદાવાદથી જ વિઝા મળવાના શરૂ થશે.

English summary
Gujarat : UK visa will now give in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X