છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 239 તાલુકામાં કમોસમી વરસાદ, રાજુલામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ડિપ્રેશનની સ્થિતિના પગલે કમોસમી વરસાદનું જોરદાર તાંડવ જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.

Gujarat Rain

સોમવારે રાત્રે પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? (24 કલાકના મુખ્ય આંકડા)

કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ નીચે મુજબ નોંધાયો છે.

  • રાજુલા (અમરેલી): 8.50 ઈંચ
  • મહુવા (ભાવનગર): 7.24 ઈંચ
  • સુત્રાપાડા (ગીર સોમનાથ): 6.85 ઈંચ
  • ઊના (ગીર સોમનાથ): 5.55 ઈંચ
  • ગળતેશ્વર (ખેડા): 5.55 ઈંચ
  • લીલીયા (અમરેલી): 5.39 ઈંચ
  • વડોદરા શહેર: 4.80 ઈંચ
  • સાવરકુંડલા (અમરેલી): 4.88 ઈંચ

શહેરોમાં જળબંબાકાર અને ખેડૂતોને મોટું નુકસાન

કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા તૈયાર પાકોનો સોથ વળી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

  • ધોરાજી અને જંબુસર: રાજકોટના ધોરાજીમાં મોડી રાતે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભરૂચના જંબુસરમાં પણ પવન સાથે વરસાદ પડતાં પાકને નુકસાન થયું છે.
  • વડોદરામાં મુશ્કેલી: વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે જેતલપુર ગરનાળામાં પાણી ભરાયા હતા, જેમાં એક પીકઅપ વાન ફસાઈ હતી.
  • રાજકોટ અને અમદાવાદ: રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિત પશ્ચિમ, મધ્ય અને પૂર્વ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી નરોડા, નિકોલ, ઇસનપુર, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ છે.

હવામાન વિભાગે આજે પણ અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપી છે, ત્યારે તંત્ર દ્વારા રાહત અને નુકસાનીના સર્વેની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X