Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે મનપા-પાલિકાઓને 2800 કરોડના ચેક અર્પણ કર્યા, જાણો કયા શહેરને શું મળ્યું?
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ 2800 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. ગુજરાત સરકારે વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કર્યું છે, જેના ભાગરૂપે આ માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

કયા શહેરને કેટલી મળી ગ્રાન્ટ?
શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો જંગી વધારો કરીને સરકારે મુખ્ય ચાર મહાનગરોને નીચે મુજબની સહાય આપી છે.
- અમદાવાદ મનપા: 780 કરોડ
- સુરત મનપા: 657 કરોડ
- વડોદરા મનપા: 235 કરોડ
- રાજકોટ મનપા: 195 કરોડ
"પૈસા વાપરવાની કેપેસિટી વધારવી પડશે" - મુખ્યમંત્રીનું નિવેદન
CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે, "હવે નાણાંની કોઈ અછત નથી, બલ્કે પૈસાનો વધારો થવાનો છે. એટલે નગરપાલિકાઓએ આયોજનબદ્ધ રીતે પૈસા વાપરવાની પોતાની ક્ષમતા વધારવી પડશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં નાના કામો માટે પણ કમિશનરો પાછળ દોડવું પડતું હતું, પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે વિકાસના કામો અટકતા નથી.
ગ્રીન એનર્જી અને સ્માર્ટ સિટી પર ભાર
CMએ શહેરોને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે સોલર પેનલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. હાલમાં 120 જેટલા સોલર પ્રોજેક્ટ્સ દ્વારા શહેરોમાં પાવર જનરેશન શરૂ થયું છે, જે પાલિકાના વીજ બિલમાં મોટી બચત કરશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી ક્રુઝનો ઉલ્લેખ કરી તેમણે રાજકીય ઈચ્છાશક્તિથી થતા પરિવર્તનનું ઉદાહરણ આપ્યું હતું.
હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લોકો પાણીના ટેન્કર માટે કચેરીઓના ધક્કા ખાતા હતા. તેમણે કહ્યું કે, "રસ્તા કે સ્ટ્રીટ લાઈટનો વિચાર અગાઉની સરકારોએ કર્યો જ નહોતો. આજે CMના કાર્યકાળમાં શહેરો સ્વચ્છતા, ગ્રીન કવર અને સુવિધાઓમાં એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે."
ન્યૂઝ હાઈલાઈટ્સ
- વર્ષ 2025: શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે.
- બજેટમાં વધારો: શહેરી વિકાસ બજેટમાં 40% નો વધારો કરાયો.
- સ્વર્ણિમ જ્યંતી યોજના: 12,000 કરોડથી વધુનું રોકાણ કરાયું.
- ગ્રીન પ્રોજેક્ટ્સ: 14.9 મેગાવોટ ક્ષમતાના સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?










Click it and Unblock the Notifications
