• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વડોદરાના માથેથી પૂરની ઘાત તો ટળી, પણ રોગચાળો તાકીને બેઠો છે

|

વડોદરા, 11 સપ્ટેમ્બર : ગુજરાતના વડોદરા શહેર તંત્રના પ્રયાસોથી પૂરના પાણી આજે ઓસરી ગયા છે. પૂરના પાણી ઓસરતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે અને જાણે મોટી ઘાત ટળી હોય તેવું અનુભવી રહ્યા છે. જો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે હજી શ્વાસ હેઠો બેસે તેવી સ્થિતિ આવી નથી. તંત્ર સામે રોગચાળો ફાટી નીકળતો અટકાવવાનો પડકાર છે. આ માટે યુદ્ધના ધોરણે સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા શહેર અને પૂરની સ્થિતિ અંગે પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. નદીના પાણી વડોદરા શહેરના કારેલીબાગ, આજવા - વાઘોડિયા રોડ, ફતેહગંજ, અલકાપુરી, સમા, કલાલી, અટલાદરા, અકોટા, સયાજીગંજ, કલ્યાણનગર, પરશુરામ ભઠ્ઠા, રાવપુરા, માંજલપુર, મુજમહુડા, પેન્શનપુરા, કાશીવિશ્વનાથ, વગેરે વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા.

પૂરના પાણીથી આ વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને રાજમાર્ગો પર કેડ સમાન પાણી ભરાઇ ગયા હતા, અને વિસ્તારો બેટમાં ફેરવાઇ જતા લોકો ફસાઇ ગયા હતા અને કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. જો કે આજે ગુરુવારે પૂરના પાણી ઓસરી જતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. જો કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં સાંજ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા.

પૂરના પાણી ઓસરતા જ હવે ઠેર ઠેર કાદવ કીચડના થર અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ગંદકીમાં ધીરે ધીરે સડો લાગી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અને સૂરજનો તડકો નહીં નીકળતા રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. આ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

વડોદરામાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

સફાઇ ઝુંબેશમાં કેટલા કામદારો જોડાયા?

સફાઇ ઝુંબેશમાં કેટલા કામદારો જોડાયા?

વડોદરા મહાનગરપાલિકાના 3500 કર્મચારીઓ, હંગામી ધોરણે કોર્પોરેશન દ્વારા વિશેષ કામગીરી માટે લીધેલ 1000 જેટલા સફાઈ કર્મચારીઓ અને સુરત તેમજ અમદાવાદથી મોકલેલા 300 સફાઈ કર્મચારીઓ મળી કુલ 4800 જેટલા સફાઈ કર્મચારીઓની મદદથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

યંત્રો પણ મોટા પાયો કામે લગાડાયા

યંત્રો પણ મોટા પાયો કામે લગાડાયા

હેરના દરેક વોર્ડમાં આશરે 200 થી 450 જેટલા સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે. સફાઈ કામગીરી અને કચરાના નિકાલ માટે 30 જેસીબી 30 મોટી સાઈઝના આઈવા ડમ્‍પર્સ, 68 ટ્રેક્‍ટર ટ્રોલી અને 12 ડોઝર્સને કામે લગાડવામાં આવ્‍યા છે.

ગટરોના પાણી ઘરમાંથી સાફ કરાશે

ગટરોના પાણી ઘરમાંથી સાફ કરાશે

ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ માટે 136 કન્‍ટેનર્સ ફરી રહ્યા છે. મોટી સાઈઝના 10 ડિવોટરીંગ પમ્‍પથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. બે દિવસ દરમ્યાન હજારો ઘરોમાં ગટરો ઉભરાઈ ચુકી છે. હજારો લોકો એવા છે જેમની પાસે પીવાનુ ચોખ્ખુ પાણી પણ નથી. તેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

રાહત શિબિરોમાં રાહત

રાહત શિબિરોમાં રાહત

ગઈકાલ સુધી જે 12,000 લોકો કોર્પોરેશનની રાહત શિબિરોમાં હતા તેમાંથી હવે 3459 લોકો રાહત શિબિરોમાં છે ત્‍યારે બાકીના લોકો પોતપોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્‍ય સરકાર દ્વારા રાહત કેમ્‍પોમાં ત્રણ વખતનું ભોજન અને શુદ્ધ પીવાનું પાણી પુરૂં પાડવામાં આવ્‍યું છે અને કુલ ત્રણ લાખ ફુડ પેક્‍ટ્‍સની વહેંચણી પણ કરવામાં આવી છે.

સ્વૈસ્છિક સંસ્થાઓનું યોગદાન

સ્વૈસ્છિક સંસ્થાઓનું યોગદાન

વડોદરાની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓએ પણ આ કાર્યમાં મોટો ફાળો આપ્‍યો છે. આરોગ્યની ચકાસણી, નિદાન અને સારવાર માટે કોર્પોરેશનની 22 અને રાજ્‍ય સરકારની 15 મેડીકલ ટીમો સ્‍વતંત્ર મોબાઈલ વાન સાથે કાર્યરત છે.

English summary
Gujarat : Vadodara authority evacuated flood water, now challenge to stop epidemic, started clean up campaign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more