Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Vidhansabha Live: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ, પબ્લિક યુનિવર્સિટી બિલ થયુ રજૂ

Gujarat Vidhansabha Live: ગુજરાત વિધાનસભાનુ 4 દિવસીય ચોમાસું સત્ર આજથી શરુ થશે. આ સત્ર 13થી 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે એટલે 13 સપ્ટેમ્બરે ઈ-વિધાનસભા લૉન્ચ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે. ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ચોમાસુ સત્રના લાઈવ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

guj vidhansabha

Sep 16, 2023, 1:41 pm IST

સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. આ બિલમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહિતની બાબતોના નિયમો ઘડાયા છે.
Sep 16, 2023, 1:39 pm IST

બે સરકારી બિલો ગૃહમાં રજૂ થયા

આજે અંતિમ દિવસે બે સરકારી બિલો ગૃહમાં રજૂ થયા હતા. જેમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક 2023નો સમાવેશ થાય છે.
Sep 16, 2023, 9:41 am IST

યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ

અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવવાની ચિંતા વ્યક્ત કરી હતી.
Sep 16, 2023, 9:40 am IST

આજે કોમન યુનિવર્સિટી બિલ રજૂ થશે

ગુજરાત વિધાનસભામાં આજે કોમન યુનિવર્સિટી બિલ રજૂ થશે. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે. કોંગ્રેસ સહિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
Sep 15, 2023, 3:08 pm IST

ભાજપનુ શક્તિ પ્રદર્શન

ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરતા પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન કર્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં ઓબીસી સંમેલન યોજાયુ.
Sep 15, 2023, 3:07 pm IST

27 ટકા ઓબીસી અનામતનુ બિલ

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું બિલ તૈયાર કર્યું છે. બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.
Sep 15, 2023, 10:02 am IST

કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ

કોંગ્રેસના ધારાસભ્યોએ APMC સુધારા વિધેયકનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યો હતો કે ભાજપના શાસનમાં સહકારની ભાવનામાં પરાણ મેન્ડેટ પ્રથા ઘુસાડવામાં આવી.
Sep 15, 2023, 9:56 am IST

એપીએમસી સુધારા બિલ પસાર થયુ

તમને જણાવી દઈએ કે બીજા દિવસે એપીએમસી સુધારા બિલ પસાર થયુ. જેમાં ગુજરાત ખેત-ઉત્પન્ન અને ખરીદી-વેચાણ અધિનિયમ-1963માં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
Sep 15, 2023, 9:53 am IST

4 દિવસીય ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ

ગુજરાત વિધાનસભાના 4 દિવસીય ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. જેમાં મહત્વના વિધેયકો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
Sep 14, 2023, 3:28 pm IST

કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ દ્વારા વિધાનસભાનાં પગથિયાં પર પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા કેસમાં 20 હજાર કરોડનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. તેની ન્યાયિક તપાસ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
Sep 14, 2023, 3:24 pm IST

લાંગા જમીન કૌભાંડ મામલે સૂત્રોચ્ચાર

વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે 'વિજયભાઈએ વેચી જમીન ભૂપેન્દ્રભાઈએ આપી મંજૂરી 20,000 કરોડમાં કોના કેટલો ભાગ' જેવા સૂત્રો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Sep 14, 2023, 10:21 am IST

આજે બે વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે બે વિધેયક રજૂ થશે. યુનિવર્સિટી બિલ રજૂ કરાશે અને વિવિધ સંસ્થાઓના ઓડિટ હિસાબો રજૂ કરાશે.
Sep 14, 2023, 10:04 am IST

ગુજરાત વિધાનસભાના 4 દિવસીય ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ગૃહમાં પહેલા જ દિવસે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રીનુ સમ્માન કરવાની ના પાડી દીધી હતી.
Sep 13, 2023, 1:59 pm IST

મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યુ કે મહિલા સુરક્ષા સમિતિ મામલે 27 વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. 27 વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે.
Sep 13, 2023, 1:58 pm IST

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્યમાં બળાત્કાર જેવી એક પણ ગુનો ન નોંધાઇ તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ખૂબ ઓછો છે. દેશમાં બળાત્કારનો ક્રાઈમ રેટ 4.8 ટકા છે જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ 1.8 ટકા છે.
Sep 13, 2023, 1:57 pm IST

કોંગ્રેસ ધારાસભ્યએ કર્યા આકરા સવાલ

તુષાર ચૌધરીએ જણાવ્યુ કે ગુજરાતમાં દર વર્ષે 550 મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. રાજ્યમાં દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે. રાજ્યમાં દર મહિને 100 મહિલાઓ પર હુમલા થાય છે.
Sep 13, 2023, 1:56 pm IST

ગુજરાતમાં દર મહિને 45 મહિલા બને છે દુષ્કર્મનો ભોગ

વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાતમાં દર મહિને 45 મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. ત્યારે હર્ષ સંઘવીએ જવાબમાં જણાવ્યું હતું કે, ગાંધીની ભૂમિ પર આ ક્રાઈમ રેટ પોષાય નહીં.
Sep 13, 2023, 11:31 am IST

OBCને 27 ટકા અનામત

વિધાનસભાના આ ચોમાસું સત્ર દરમિયાન OBCને 27 ટકા અનામત આપતું બિલ રજૂ કરવામાં આવશે.
Sep 13, 2023, 10:56 am IST

નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યુંઃ CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઇ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે.
Sep 13, 2023, 10:55 am IST

રાષ્ટ્રપતિ મૂર્મુએ કર્યુ 13 મિનિટનુ સંબોધન

રાષ્ટ્રપતિ મૂર્મુએ 13 મિનિટના સંબોધનની શરૂઆતમાં જ તેમણે ગુજરાતના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિઓ યાદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે આજે બે વર્ષ પૂરા કરતા રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
Sep 13, 2023, 10:53 am IST

કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.
Sep 13, 2023, 10:52 am IST

પહેલા દિવસે જ વિવાદ

વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ના પાડી દીધી હતી.
Sep 13, 2023, 10:39 am IST

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઈ વિધાનસભા માટે આપી શુભેચ્છા.
Sep 13, 2023, 10:37 am IST

ગુજરાતની પાવન ધરતી પર આવવુ મારુ સૌભાગ્યઃ મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ કે ગુજરાત વિધાનસભાએ ઘણા ઉતાર-ચડાવ જોયા. આજે તે ડિજિટલ બની તે ગૌરવની વાત છે. રાજ્યની પ્રગતિ માટે માનવ સંશાધન મહત્વનુ હોય છે.
Sep 13, 2023, 10:28 am IST

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે.
Sep 13, 2023, 10:16 am IST

રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે ઈવિધાનસભા એપનુ લૉન્ચિંગ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લૉન્ચિંગ.
Sep 13, 2023, 10:10 am IST

સમયનો બચાવ થશેઃ શંકર ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યુ કે ઈ વિધાનસભાથી કામકાજમાં ગતિ આવશે. સમયનો બચાવ થશે. આપણા માટે આ ગર્વની ક્ષણ છે. હવે આપણે ફિઝિકલથી ડિજીટલ બન્યા છીએ. ગૃહની કામગીરીમાં ગતિ અને પારદર્શિતા આવશ. દર વર્ષે 25 ટન કાગળ બચશે. ગૃહના તમામ સભ્યોને બે આઈપેડ અપાયા છે. વિધાનસભાની તમામ કામગીરી ઓનલાઈન શરૂ થઈ છે.
Sep 13, 2023, 9:39 am IST

ધારાસભ્યોને આપવામાં આવી છે તાલીમ

ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરવા અંગે તાલીમ પણ આપવામાં આવી છે.
Sep 13, 2023, 9:38 am IST

ગૃહ સંપૂર્ણપણે ઑનલાઈન થઈ જશે

એપ્લિકેશનના લૉન્ચિંગ બાદ ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થશે. ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્યો ટેબલેટથી સવાલો પૂછશે. બધી વિગતો ટેબલેટમાં રેકૉર્ડ થશે. આના અમલીકરણથી ગૃહ સંપૂર્ણપણે ઑનલાઈન થઈ જશે.
Sep 13, 2023, 9:35 am IST

ખ્યાતનામ લોકોને આપવામાં આવ્યુ આમંત્રણ

રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓને ગુજરાત વિધાનસભા તરફથી આમંત્રણ આપવામાં આવ્યુ છે.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X