For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચલાવશે વિદ્યાર્થીઓ, લોકશાહીનું પદ્ધિતીની યુવાનોને નજીક લાવા પ્રયાસના ભાગ રૂપે આયોજન

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની જગ્યાએ રાજ્યમાથી પસંદ કરાયેલી 182 વિદ્યાર્થીઓ બેસીને એક દિવસનુ વિધાનસભાનુ સત્ર ચલાશે. જેવી રીતે ગુજરાત વિધાનસભાનુ સત્ર અને સરકાર ચાલે છે. તેવી જ રીતે રાજ્યના પસંદ કરાયેલા વિદ્યાર્થીઓમાથી મુ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની જગ્યાએ રાજ્યમાથી પસંદ કરાયેલી 182 વિદ્યાર્થીઓ બેસીને એક દિવસનુ વિધાનસભાનુ સત્ર ચલાશે. જેવી રીતે ગુજરાત વિધાનસભાનુ સત્ર અને સરકાર ચાલે છે. તેવી જ રીતે રાજ્યના પસંદ કરાયેલા વિદ્યાર્થીઓમાથી મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા દંડક, વિરોધ પક્ષના દડંક વિધાનસભાના અધ્યક્ષ અને બાકીના વિદ્યાર્થીઓ ધારાસભ્યો તરીકે સત્રમાં ઉપસ્થિત રહીને આ પ્રકારની વિધાનસભા સત્રનું જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં આયોજન કરવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા પ્રયાસ કરવામાં આવશે. આ પ્રકારનો પ્રયોગ રાજસ્થાનમાં ફમ થઇ ચૂક્યો છે.

GUJARAT VIDHANSABHA
આ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી માટે યુવા સસદનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ભરમાથી વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવશે વિદ્યાર્થીઓમાથી મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ બનશે અને વિરોધપક્ષના નેતા પણ ભનાવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના એક દિવસના આ સત્રમાં વિદ્યાર્થીઓમાથી મંત્રી મંડળ પણ બનાવામાં આવશે. આ દરમિયાન પ્રશ્નોતરી કાળ પણ યોજવામાં આવશે. જેમા રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રશ્નો ની ચર્ચા આ સત્ર દરમિયાન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાજસ્થાનમાં પણ આ પ્રકારના વિધાનસભા સત્રનો પ્રયોગ કરી દેવામાં આવ્યો છે. આવુ કરનાર ગુજરાત બીજુ રાજ્ય બનશે.

English summary
Gujarat vidhansbha will run by student for day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X