ગુજરાત સરકારે કેદીઓના બાળકો માટે વિકાસદીપ યોજનાની જાહેરાત કરી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ અને તેમના પરિવારો માટે એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારે વિકાસદીપ યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓના બાળકોને શિક્ષણ અને રમત-ગમતમાં પ્રોત્સાહન આપીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે.

આ યોજના હેઠળ જેલમાં બંધ કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આર્થિક પુરસ્કારો અને સન્માન આપવામાં આવશે. આ પગલાથી તેમનામાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકશે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહન
- પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા પર : 5,001 અને પ્રમાણપત્ર
- મેન્સ અથવા લેખિત પરીક્ષા પાસ કરવા પર : 10,001 અને પ્રમાણપત્ર
- અંતિમ પસંદગી અને નિમણૂક મળવા પર : 15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર
આ ઉપરાંત, જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રમત-ગમત ક્ષેત્રે સફળતા માટે ઇનામો આપવામાં આવશે.
રમત-ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને પણ પુરસ્કૃત કરવામાં આવશે.
રાજ્ય સ્તર
- બ્રોન્ઝ મેડલ : 3,001 અને પ્રમાણપત્ર
- સિલ્વર મેડલ : 5,001 અને પ્રમાણપત્ર
- ગોલ્ડ મેડલ : 7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર
રાષ્ટ્રીય સ્તર
- બ્રોન્ઝ મેડલ : 7,001 અને પ્રમાણપત્ર
- સિલ્વર મેડલ : 10,001 અને પ્રમાણપત્ર
- ગોલ્ડ મેડલ : 15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર
સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને બિમાર કેદીઓની માટે પણ ઘણા નિર્ણયો લીધા છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય તેમની જીવનશૈલીમાં સુધારો લાવી માનવીય અભિગમ અપનાવવાનો છે.
- તેમની માટે અલગ બેરેકની ફાળવણી
- દૈનિક પ્રવૃત્તિઓમાં મદદ માટે કેરટેકરની વ્યવસ્થા.
- વ્હીલચેર માટે રેમ્પ અને દવાખાનામાં અગ્રિમતા.
- નિયમિત તબીબી તપાસ અને મેડિકલ કેમ્પ.
- પોષણક્ષમ અને સ્વાસ્થ્યવર્ધક આહારની ઉપલબ્ધતા.
- જરૂરી દવાઓ સમયસર પૂરી પાડવી.
- માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ.
- જામીન અને દયા અરજી જેવી કાનૂની પ્રક્રિયાઓમાં મદદ.
આ યોજનાઓ અને નિર્ણયોથી કેદીઓ અને તેમના પરિવારોના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન આવશે, જે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવામાં મદદ કરશે. આ પગલું રાજ્ય સરકારના માનવીય અભિગમ અને સમાજ સુધારણા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.












Click it and Unblock the Notifications
