Gujarat Weather: રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જાણે નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલીમાં પણ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો આજે કયા અપાઈ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, વલસાડ, ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે તાપી, ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, નર્મદા, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
29 સપ્ટેમ્બર અંગેની આગાહી જોઈએ તો, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
30 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની આગાહી
30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી
ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિકલાક અને ઝાટકાનો પવન 60 kmph સુધી પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરામાં આવી છે. ત્યાર બાદનાં રવિવારથી પાંચ દિવસ માટે સમગ્ર ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટેની ભલામણ છે. જે દરમિયાન પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિકલાકની અને ઝાટકાનો પવન 65 kmph સુધી થઇ શકે છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
