Gujarat Weather: દ. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, નવસારીમાં રાતે 6 કલાકમાં 11 ઈંચ ખાબક્યો
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જો કે, દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી.
નવસારીમાં ગઈ કાલે રાતે 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

તમને જણાવી દઈએ કે નવસારીમાં રાતે પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે જાહેર જનતાને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. વળી, ઈમરજન્સીની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
લોકોને કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં ૦૨૬૩૭-૨૫૯૪૦૧/૨૩૩૦૦૨ અને ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
ભારે વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ છે. પૂર્ણા નદીની સપાટી 22 ફૂટને પાર છે, જે એની ભયજનક સપાટીથી 1 મીટર જ દૂર છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના આહવામાં 2 ઈંચ, સુબીરમાં અઢી ઈંચ. વઘઈમાં એક ઈંચ, સાપુતારામાં અડધો ઈંચ વરસાદ થયો છે. તાપીના વ્યારામાં 4 ઈંચ, વાલોડમાં 5 ઈંચ, સોનગઢમાં 5 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. વળી, સુરતના મહુવામાં 2 ઈંચ, ઉમરગામમાં 2 ઈંચ, માંડવીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, દમણ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસી શકે છે. સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદનુ અનુમાન છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 5 દિવસ દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી છે.
#WATCH | Severe water-logging situation witnessed in Gujarat's Navsari following incessant rainfall from last night.
— ANI (@ANI) July 28, 2023
District Collector Amit Prakash Yadav has ordered a holiday for all schools and colleges in the city. pic.twitter.com/u0Hvh06dnN












Click it and Unblock the Notifications
