Gujarat Weather: રાજ્યમાં આજે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તાપી, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પંચમહાલ, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.
રેડ એલર્ટઃ અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા
ઓરેન્જ એલર્ટઃ બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ખેડા, પંચમહાલ, દાહોદ
યલો એલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ રહેશે.
હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 11 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
રેડ એલર્ટઃ કચ્છ
ઓરેન્જ એલર્ટઃ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા
યલો એલર્ટઃ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 6.22 ઇંચ, ભરુચમાં 5.39 ઇંચ વરસાદ, જેતપુર પાવીમાં 5.35 ઇંચ, નેત્રંગમાં 5.24 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 4.96 ઇંચ, સોનગઢમાં 4.84 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 4.25 ઇંચ, બોડેલીમાં 4.09 ઇંચ વરસાદ, ધોલેરામાં 3.54 ઇંચ, વ્યારામાં 3.54 ઇંચ વરસાદ, માંગરોળમાં 3.5 ઇંચ, સિંગવડમાં 3.5 ઇંચ વરસાદ, ક્વાંટમાં 3.46 ઇંચ, ઝઘડિયામાં 3.31 ઇંચ, સાગબારામાં 3.31 ઇંચ વરસાદ, ખંભાતમાં 3.27 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર છે. રાજ્યના 82 ડેમ 100 ટકાથી વધુ જ્યારે 68 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 04 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
