Gujarat Weather Alert : ગુજરાત માથે વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં હાલ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી 42 ડિગ્રી સુધી પહોંચેલું તાપમાન હવે 37 ડિગ્રી આસપાસ સ્થિર થયું છે.
હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલના પ્રારંભમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાનમાં પલટા સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

તેમની આગાહી અનુસાર, ખાસ કરીને સમુદ્ર કિનારે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે.
અગામી ત્રણ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. અનુમાન મુજબ આ પરિવર્તનનો રાજ્યના જુદા-જુદા વિસ્તારો પર પ્રભાવ પડશે.
લોકો માટે સલાહ આપવામાં આવી છે કે તેઓ અચાનક વાતાવરણમાં થતા ફેરફારો અંગે સાવચેત રહે અને ખાસ કરીને ખેત મજૂરો અને માછીમારો માટે આગાહીનું અનુસરણ કરવું જરૂરી રહેશે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી જોવા મળે છે તો રાત્રે ઠંડી જોવા મળી રહી છે. આ બેવડી ઋતુને કારણે રોગચાળો પણ જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
