Gujarat Weather Alert : હવે ફરીથી ગુજરાતમાં ગરમીનું જોર વધશે, 17 માર્ચ સુધી હવામાન વિભાગની હિટવેવની આગાહી
Gujarat Weather Alert : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે.
IMD ના લેટેસ્ટ બુલેટિન અનુસાર, ખાસ કરીને કચ્છ જિલ્લાના વિસ્તારો માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

IMD ની આગાહી અનુસાર, 15 માર્ચના રોજ કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર હીટવેવની સ્થિતિ જોવા મળશે. સાથે જ દીવ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
16 અને 17 માર્ચ દરમિયાન પણ કચ્છમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે, જેથી સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ પૂરતી તકેદારી રાખવી જરૂરી સૂચના આપવામાં આવી છે.
આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 માર્ચથી 19 માર્ચ સુધી ભેજવાળી ગરમી રહેશે, જે સામાન્ય જનજીવન માટે અગવડતારૂપ બની શકે છે.
હીટવેવ દરમિયાન આ સાવધાની રાખો
- તીવ્ર તાપમાનમાં ઘરની બહાર નીકળવાનું ટાળો
- ખુબ પાણી પીવું અને શરીર હાઈડ્રેટેડ રાખવું
- હલકા અને ઢીલા કપડાં પહેરવા
- હીટસ્ટ્રોક અને તાપમાનજન્ય બીમારીઓથી બચો
IMD દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીને ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોએ જરૂરી પગલાં લેવા અનુરોધ કરાયો છે.












Click it and Unblock the Notifications
